|
અમીનને તાજનો સાક્ષી બનતા અટકાવવા માટે રજુઆત |
|
|
|
|
Written by Administrator
|
|
Wednesday, 28 July 2010 02:59 |
|
There are no translations available.
સોહરાબુદ્દીન કેસમાં તાજના સાક્ષી બનવા માટે ડૉ. એન. કે. અમીને અરજી કરતાં જ અન્ય આરોપીઓમાં તેની ઘેરી પ્રતિક્રિયા પડી છે. આ કેસમાં પોતાને સાંભળ્યા સિવાય અમીનને માફી આપવાનો કોઈ નિર્ણય ન કરવા માટે ૮ આરોપીએ તેમના એડ્વોકેટ વતી મંગળવારે અરજી કરી છે. બીજી તરફ અમીનના એડ્વોકેટ જગદીશ રામાણી કૌટુંબિક કારણોસર કોર્ટમાં હાજર ન રહી શકતાં તેમણે પણ સમય આપવા રજુઆત કરી છે.
સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ. આઇ. રાવલે આ કેસની વધુ સુનાવણી ત્રીજી ઓગસ્ટ પર મુલતવી રાખી છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇને તમામ રીતે મદદ કરી આઇપીસીની કલમ ૧૬૪ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા તૈયારી દર્શાવી તાજનો સાક્ષી બનવાની ડૉ. અમીનની રજુઆતોએ સહઆરોપીઓની મુશ્કેલી વધારી દીધી છે.
ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, દિનેશ એમ.એન., એમ. એલ. પરમાર, એન. વી. ચૌહાણ, શ્યામસિંહ, હિમાંશુસિંહઅને ચૌબેએ તેમના એડ્વોકેટ મીતેશ અમીન અને પ્રયેશ લીંબાચિયા મારફતે અરજી કરી અમીનને તાજનો સાક્ષી બનતા અટકાવવા માટે રજુઆતો કરી છે. અરજીમાં એવી રજુઆત કરાઈ હતી કે સીબીઆઇએ ફાઇલ કરેલી ચાર્જશીટમાં અમીન અને અરજદારો આરોપી છે.
નરેન્દ્ર અમીને તાજના સાક્ષી બનવા માટે અરજી કરતાં કોર્ટે સીબીઆઇને નોટિસ પાઠવી છે. અરજદારના ધ્યાન પર એ હકીકત પણ આવી છે કે અમીને આ કેસમાં તેમને મુક્તિ આપવા માટે પણ રજુઆત કરી છે. હાલ આ કેસ તપાસના તબક્કામાં છે અને તે તબક્કે આરોપીએ માફી માગી છે. બીજી તરફ તપાસ એજન્સીએ એન.કે. અમીન અને અરજદારો સામે ચાર્જશીટ પણ ફાઇલ કરી છે.
ત્યારે ન્યાયના હિતમાં કોર્ટ કોઈ પણ ઓર્ડર કરતાં પહેલાં અરજદારને સાંભળવા જોઈએ. હજુ આરોપીઓને ચાર્જશીટ મળી નથી અને તે મળ્યા બાદ અરજદારોને પૂરી તૈયારીનો સમય આપવો જોઈએ, જેથી તેઓ આ કેસમાં માફી માગતી અમીનની અરજી સામે રજુઆતો કરી શકે.
|