|
માથુરને એક અઠવાડિયાની રાહત |
|
|
|
|
Written by Administrator
|
|
Wednesday, 28 July 2010 02:49 |
|
There are no translations available.
સીબીઆઇ આ દિવસે દિલ્હી જઈ રહી હોવાથી ઓ.પી. માથુરને એક અઠવાડિયાની રાહત મળી ગઈ છે. આવતા મહિને દિલ્હીથી સીબીઆઇ આવ્યા બાદ તેમની પૂછપરછ કરશે. સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરની અગાઉ તપાસ કરતાં ગુજરાત સીઆઇડી ક્રાઇમના વડા ઓ.પી.માથુરે ગુજરાત અને રાજસ્થાનના રાજકારણીઓને બચાવવા માટે ડીઆઇજી રજનીશ રાયે આપેલી સીડીમાંથી ટેલિફોન નંબરો કાઢી નાખ્યા હતા.
પુરાવા સાથે ચેડાં કરવાનો તેમના પર આક્ષેપ થયો છે. આ ઉપરાંત તુલસી બનાવટી એન્કાઉન્ટર પહેલાં નિવૃત્ત પીઆઇ વી.એલ. સોલંકીને તુલસી પ્રજાપતિની ઉદેપુર જેલમાં પૂછપરછ કરવા માટે મંજૂરી પણ આપી ન હતી. આ મંજુરી રદ કર્યાના બરાબર દસ દિવસ બાદ તુલસી પ્રજાપતિને અંબાજી પાસે આવેલા છાપરી ગામે બનાવટી એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો.
ગઈકાલે સીબીઆઇએ નિવૃત્ત પોલીસ અધિકારીઓ જી.સી. રાયગર અને ઓ.પી. માથુરને સમન્સ આપી સીબીઆઇની કચેરીમાં હાજર રહેવા જણાવ્યું હતું. જી.સી. રાયગર ગઈકાલે જ સીબીઆઇની કચેરીમાં આવી ગયા હતા અને તેમની છ કલાક કરતાં વધુ પૂછપરછ કર્યા બાદ સીબીઆઇને નિવેદન આપી દીધું હતું. જી.સી. રાયગરના નિવેદનથી જેલમાં રહેલા અમિત શાહની મુશ્કેલીઓ વધી જવાની છે.
ઓ.પી. માથુરની માતા બીમાર છે અને પોતે માતા સાથે રાજસ્થાનમાં હોવાથી આગામી ગુરુવાર ૨૯મી જુલાઇએ સીબીઆઇ સમક્ષ હાજર થશે તેવો પત્ર લખ્યો હતો, પરંતુ આ જ દિવસે સીબીઆઇના અધિકારીઓ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અહેવાલ રજૂ કરવા માટે દિલ્હી જતા હોવાથી ઓ.પી. માથુરને મળી શકશે નહીં. હાલ પૂરતી ઓ.પી. માથુરને એક અઠવાડિયાની રાહત મળી ગઈ છે. આવતા મહિને દિલ્હીથી પરત આવ્યા બાદ ઓ.પી. માથુરને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે
|