|
મહિલા હોકી સેક્સ સ્કેન્ડલના સકંજામાં |
|
|
|
|
Written by Administrator
|
|
Thursday, 22 July 2010 03:30 |
|
There are no translations available.
ભારતીય હોકીને હચમચાવી નાખનાર સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા મહિલા ટીમના વીડિયોગ્રાફર બાસવરાજને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યો છે જ્યારે કોચ એમ. કે. કૌશિકે તેની સામે થયેલા આક્ષેપોના કારણે કોચપદેથી રાજીનામું આપી દીધું છે.
દરમિયાનમાં હોકી ઇન્ડિયાએ આગામી મહિને યોજાનારા વર્લ્ડ કપ પહેલાં સ્થિતિ સામાન્ય થઇ જશે તેવો દાવો કર્યો છે. બાસવરાજની માર્ચ-એપ્રિલમાં ચીન અને કેનેડાની એક કોલગર્લ સાથેની તસવીર સપાટી પર આવતાં ભારતીય મહિલા હોકી સેક્સ સ્કેન્ડલના સકંજામાં આવી ગઇ છે.
ભારતની એક મહિલા ખેલાડીએ કોચિંગ સ્ટાફના એક સભ્ય સામે લેખિતમાં ફરિયાદ કરી હતી અને તેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે ચીન અને કેનેડાના પ્રવાસમાં મારી સાથે અશિ્લલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મહિલા ખેલાડીએ કોચ કૌશિક સામે પણ યૌન શોષણનો આક્ષેપ કર્યો છે.
હોકી ઇન્ડિયાની પ્રમુખ વિદ્યા સ્ટોકસે જણાવ્યું હતું કે કોચ કૌશિકે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ સાથે જવાનો ઇનકાર કર્યો છે અને તેઓ તપાસ પૂરી થાય તેવું ઇચ્છી રહ્યાં છે. અમે તેમના નિર્ણયની કદર કરીએ છીએ. કૌશિક ઘણા સિનિયર કોચ છે અને આટલાં વર્ષોમાં તેમની સામે કોઇ ફરિયાદ આવી નથી પરંતુ આક્ષેપો થયા હોવાથી અમે મહિલા ખેલાડીની પણ વાત સાંભળીશું. : હોકી ઇન્ડિયાએ સેક્સ સ્કેન્ડલની તપાસ કરવા માટે ઝફર ઇકબાલ, અજિતપાલસિંઘ તથા સુદર્શન પાઠક એમ ત્રણ સભ્યની સમિતિની રચના કરી છે જે શુક્રવાર સુધીમાં પોતાનો અહેવાલ રજુ કરશે. સેક્સ સ્કેન્ડલના આક્ષેપોનો સામનો કરી રહેલા કોચ કૌશિકે જણાવ્યું હતું કે મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે અને આમાં સંડોવાયેલી મહિલા ખેલાડી ટીમમાં સ્થાન મેળવી શકી નથી. જ્યાં સુધી મને કલીનચીટ મળશે નહીં ત્યાં સુધી હું મેદાન પર જઇશ નહીં. કોઇ મહિલા ખેલાડી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આટલી હદ સુધી જઇ શકશે તેવું મેં ક્યારેય વિચાર્યું નહોતું.
|