|
અદાણી અને ડેક્કન વચ્ચેની ડીલ લગભગ પૂર્ણતાના આરે |
|
|
|
|
Written by Administrator
|
|
Tuesday, 20 July 2010 13:04 |
|
There are no translations available.
ઇનવેસ્ટમેન્ટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગુજરાત સ્થિત અદાણી ગૃપ આઇપીએલ 2009ની વિજેતા ટીમ ડેક્કન ચાર્જર્સને 280-300 મીલિયન ડોલરમાં ખરીદવાની અણી પર છે.એક ટોચની ફાઇનાન્સિયલ ઇન્સિટટ્યુટના ટોચના એક્ઝીક્યુટિવે જણાવ્યું હતું કે, અદાણી અને ડેક્કન વચ્ચેની ડીલ લગભગ પૂર્ણતાના આરે છે.
ડેક્કન કોર્નિકલ ડેક્કન ચાર્જર્સમાં 80 ટકા શેર ધરાવે છે. અને તેણે 107 મીલિયન ડોલરમાં આઇપીએલની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. જો કે, એ વાત બહાર આવી નથી કે ડેક્કન કોર્નિકલ તેના બધા શેર વેચી દેવા માગે છે કે પછી થોડાક શેર વેચવા માગે છે.
હાલ ડેક્કન કોર્નિકલ હૈદરાબાદની ટીમના માલિકી હક ધરાવે છે. અને તેથી ટીમનું નામ ડેક્કન ચાર્જર્સ રાખવામાં આવ્યું હતું. જ્યારે હવે ટીમના માલિક બદલાશે તો તે ટીમના નામમાં પણ ફેરફાર કરી શકે છે.
આઇપીએલ સિઝન-૪ માટેની ટીમની હરાજી માર્ચમાં થઇ હતી જેમાં ગુજરાતનાં અગ્રણી ઔધોગિક જૂથ અદાણી ગ્રૂપ પણ ભાગ લીધો હતો. અને તેથી ગુજરાતના લાખો ક્રિકેટપ્રેમીઓને એવું લાગતું હતું કે આવતા વર્ષે આઈપીએલમાં અમદાવાદની ટીમ રમશે. જોકે પૂણે અને કોચી માટે સર્વાધિક બીડ આવતા અમદાવાદની ટીમનું સપનું રોળાઈ ગયું હતું.
હરાજીમાં અદાણી ગ્રૂપની બોલી ૧૪૦૦ કરોડની રહી હતી. જ્યારે રોન્ડેવુઝે સ્પોર્ટસ વર્લ્ડ લિમિટેડે ૧૫૧૬.૬૭ કરોડની અને સહારા એડવેન્ચર સ્પોર્ટસ ગ્રૂપે ૧૭૦૨ કરોડની બોલી લગાવી હતી. અને આ બન્ને ગ્રૂપ આઇપીએલની ટીમ મેળવવામાં સફળ રહ્યા હતા. સહારાએ પુણે અમદાવાદ અને નાગપુર માટે સરખી બોલી લગાવી હતી. પરંતુ અંતમાં પુણે પર પસંદગી ઉતારી હતી. તો રોન્ડેવુઝે કોચીની ટીમ જીતવામાં સફળ રહ્યું હતું.
જો કે, રોન્ડેવુઝે સ્પોર્ટસે ખરીદેલી કોચીની ટીમ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી.તેમાં પણ ખાસ કરીને શશી થરૂરની નિકટની મિત્ર સુનંદા પુષ્કરના 19 ટકા શેર હોવાની વાત બહાર આવ્યા બાદ એક મોટો વિવાદ ચગ્યો હતો. અને જેના કારણે શશી થરૂરે અને આઇપીએલના જે તે સમયના કમિશ્નર લલિત મોદીને ખુરશી છોડવાનો સમય આવ્યો હતો.
|