|
મિથુને સમરવીરાને શુન્ય રને એલબી કર્યો |
|
|
|
|
Written by Administrator
|
|
Tuesday, 20 July 2010 06:51 |
|
There are no translations available.
ગોલ ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં વરસાદ વિઘ્ન બન્યો છે. બીજા દિવસની રમત વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી તો મેદાનની પીચ હજૂ પણ ભીની હોવાના કારણે મેચના ત્રીજા દિવસની રમત નિર્ધારિત સમય કરતા મોડી શરું થઇ છે. ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતીય બોલરો છવાયા છે.
દિવસની શરૂઆતમાં મિથુને સમરવીરાને શુન્ય રને એલબી કર્યો હતો. જ્યારે ઇશાંતે થરંગાની મહત્વની વિકેટ ઝડપી હતી. થરંગાએ 12 ચોગ્ગાની મદદથી 111 રન બનાવ્યા હતા. જો કે, એક પછી એક બે ઝટકા પહોંચ્યા હોવા છતાં સારું બેટિંગ કરી રહેલી શ્રીલંકા ટીમની પાંચમી વિકેટ મહિલા જયવર્દનેના રૂપમાં પડી છે. ત્રીજા દિવસે ઇશાંત શર્માની બોલિંગ ધારદાર રહી છે. તેણે થરંગા બાદ જયવર્દનેને 48 રનના વ્યક્તિગત સ્કોર પર એલબી આઉટ કર્યો છે.
નોંધનીય છે કે, પ્રથમ દિવસે ગોલની ટેસ્ટમાં શ્રીલંકાના બેટ્સમેનોનું વર્ચસ્વ છવાયેલું રહ્યું હતું. શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા છે. જેમાં સંગકારાએ અને થરંગાએ સદી ફટકારી છે.
વરસાદના કારણે બીજા દિવસની રમત થઈ ન હતી. હાલ થરંગા 110 અને જયવર્દને 8 રન સાથે રમતમાં છે. ભારત તરફથી નવોદિત બોલર મિથુન અને સેહવાગ જ વિકેટ મેળવવામાં સફળ થયા હતા. હાલ ભારત માટે બોલિંગ એક ચિંતાનો વિષય છે.
|